મોરબીના જુના ઘુટુ રોડ આવેલ સોનેટ સીરામીકમાંથી ત્રણેક માસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એલ.સી.બી.પોલીસે દ્વારકાના ઓખામાંથી ઝડપી લઈ ભોગ બનનાર સગીરાને શોધી કાઢી હતી.
સોનેટ સીરામીકમાંથી આરોપી સગીરાને ભગાડી જતા આ અંગે મોરબી સીટી બી. ડીવીજન પોલીસ મથકમાં આઇ.પી.સી.કલમ -૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ -૧૮ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જે ગુન્હાનો આરોપી તથા ભોગબનનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના સમલાસર ગામ વિસ્તારમાં હોવાની પોલીસને બાતની મળી જેને લઈને મોરબી પોલીસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તપાસ અર્થે ગઈ હતી જ્યાં રાહુલ ઉર્ફે જયદિપ રમેશભાઇ ચૌહાણ (ઉ.વ. ૨૦ રહે . ઇન્દ્રાણ ડોશીયોના મુવાડા તાબાયડ જી.અરવલ્લી હાલ રહે .સમલાસર ગામ ભરતભાઇ કરમણભાઇ રાતડીયાની વાડીમાં તા ઓખા) તથા ભોગબનનાર મળી આવ્યા હતા. જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીજન પોલીસને સોંપ્યો હતો.
આ કામગીરીમાં પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા , એ.ડી.જાડેજા , એએસઆઈ રજનીંકાતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, સતીષભાઇ કાંજીયા, પરાક્રમસિંહ જાડેજા, મહીલા લોકરક્ષક રાજલબેન સરવૈયા સહિતના જોડાયા હતા.