પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગરએ ૦ થી ૧૮ વર્ષની વયના ગુમ/ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવાની સ્પેશ્યલ ડ્રાઇવ (ઝુંબેશ) રાખેલ હોય જે અન્વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષ એસ.આર.ઓડેદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ૦ થી ૧૮ વર્ષ ના સગીર બાળકો ને ભગાડી જવાના ગુનામા આરોપી તથા ભોગબનનારને તાત્કાલીક શોધી કાઢવા થયેલ સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ,મોરબી ઇન્ચાર્જ હર્ષ ઉપાધ્યાયના સુપરવિઝન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનનાં અપહરણના ગુન્હાનો આરોપી રાજુભાઇ મનસુખભાઇ ઉર્ફે મગનભાઇ દેગામા (ઉ.વ.૨૧ રહે. જુના ખારચીયા તા.જી.મોરબી) વાળો આ કામની ફરીયાદીની સગીરવયની દિકરી ભોગબનનારને અપહરણ કરી લઇ ગયેલ હોય તેની તપાસ દરમ્યાન આઇ.એમ.કોંઢીયા સી.પી.આઇ.વાંકાનેર તથા ટીમના એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ એમ. જાડેજા તથા મયુરસિંહ ગિરૂભાને ખાનગી બાતમી આધારે તેમજ ટેકનીકલ સોર્સ દ્વારા આરોપી તથા ભોગબનનાર મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામ પાસે હોવાની હકીકત મળતા તાત્કાલીક પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ ટીમ રવાના કરી આરોપી તથા ભોગબનનારને શોધી લાવી ભોગબનનારને તેના માતા પિતાને સોપી આપી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.