Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેરમાં છ મહિના પેહલા સગીરાનું અપહરણ કરી જનાર આરોપીને મધ્યપ્રદેશથી પકડવામાં આવ્યો.

વાંકાનેરમાં છ મહિના પેહલા સગીરાનું અપહરણ કરી જનાર આરોપીને મધ્યપ્રદેશથી પકડવામાં આવ્યો.

વાંકાનેર તાલુકાના રાતાવીડા ગામેથી છ માસ પૂર્વે એક સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ કરી જનાર શખ્સને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટની ટીમે મધ્યપ્રદેશથી પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટની ટીમના પો.હેડ.કોન્સ. દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. નંદલાલ વરમોરાને મળેલી બાતમીને આધારે વાંકાનેરના રાતાવીડા ગામેથી 6 માસ પૂર્વે એક સગીરાને નસાડી જનાર આરોપીની મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. 19 વર્ષીય રાહુલ મનીષભાઈ ચૌહાણ (રહે. રાજનગર મહોલ્લા, ધારરોડ, ચંદનનગર પો. સ્ટે. ઇન્દોર, મધ્યપ્રદેશ) 6 માસ પૂર્વે રાતાવીડા ગામની એક સગીરાનું અપહરણ કરી નાસી ગયો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી જેમાં આ આરોપી બાબતે ખાનગી રીતે બાતમી મળતા મળતા પીએસઆઇ કે.એચ. રાવલ તથા એ.એચ.ટી.યુ. મોરબીના સ્ટાફની એક ટીમ મધ્યપ્રદેશના ઇન્દોરના ચંદનનગર પોલીસ મથક વિસ્તારમાં જઈ અનેબજ્યાં ભોગ બનનાર સગીરા આરોપી રાહુલ ચૌહાણ સાથે મળી આવતા બન્નેને વાંકાનેર લાવી કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી રિપોર્ટ આવ્યે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!