Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં ઉધોગપતિ પાસે ખંડણી માંગનાર આરોપી બિહારથી ઝડપાયો

મોરબીમાં ઉધોગપતિ પાસે ખંડણી માંગનાર આરોપી બિહારથી ઝડપાયો

બિશ્નોઇ ગેંગના નામે સાગરીતોની મદદથી પૈસા પડાવી 46 ગુના આચર્યા હોવાની કબૂલાત

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં સીરામીક ઉધોગપતિને લોરેન્જ બિશ્નોઇ ગેંગના નામે જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૨૫,૦૦,૦૦૦ ની ખંડણી માંગનાર આરોપીઓ પૈકી એક આરોપીને રોકડા રૂ.૪૦,૦૦૦ સાથે પકડી પાડ્યો છે. આ આરોપીની પૂછપરછમાં બિશ્નોઇ ગેંગના નામે સાગરીતોની મદદથી પૈસા પડાવી 46 ગુના આચર્યા હોવાની કબૂલાત આપી છે.

ગઇ તા.૨૯/૦૭/૨૦૨૨ ના રોજ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા પટેલ ઉ.વ.૩૯, ધંધો વેપાર, નાની વાવડી રોડ, શ્યામ પેલેસ, ફલેટ નં ૧૦૨, મોરબી, મુળ રહેકાંતીપુર તા.જી.મોરબી વાળાને તેના મોબાઇલફોન ઉપર લોરેન્સ બિશ્નોઇ ગેંગના માણસના નામે વોટસઅપ ઉપર મેસેજ, કોલ, તથા વોઇસ રેર્કોડીંગ તથા અગ્નિ શસ્ત્ર (હથિયાર) ના ફોટોગ્રાફ તથા અનિલભાઇના વેપાર ધંધાની વિગતો મોકલી રૂ. ૨૫,૦૦,૦૦૦ ની ખંડણી માંગણી કરેલ જે બાબતે અનિલ પટેલએ અરજી કરેલ ત્યાર પછી બીજા સીરામિકને લગત વેપારીઓને પણ આ પ્રકારે ખંડણીના ફોન આવવાના ચાલુ થયેલ જે બાબતેની ગંભીરતાને ધ્યાને લઇ અનિલભાઇ કગથરાની મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. ખાતે ફરિયાદ નોંધાઈ હતી.

આરોપીના વોટસએપ નંબર +1(425) 606-4366 તથા એસ.બી.આઇ. બેંક એકાઉન્ટ નંબર ૨૦૪૨૧૦૨૧૧૨૭ ધારક બાબતે સઘન તપાસ હાથ ધરી મોરબી એલ.સી.બી.,એસ.ઓ.જી.ની ટીમો બનાવી અલગ અલગ દિશામાં આરોપીઓ હસ્તગત કરવા રવાના કરવામાં આવેલ જેમાં પો.સબ.ઇન્સ. પી.જી.પનારા એસ.ઓ.જી. મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના માણસોની એક ટીમ બિહાર રાજયમાં રવાના કરેલ હતી. અત્રેથી રવાના કરેલ બિહારની ટીમને પશ્ચિમચંપારણ બેતીયા જિલ્લાના જકટીયા (JAUKATIYA) ખાતેથી એક આરોપીને હસ્તગત કરવામાં સફળતા મળેલ જે આરોપી પાસેથી અલગ કંપનીના મોબાઇલફોન, જુદીજુદી બેન્કોના એ.ટી.એમ.કાર્ડ, પાસબુક તથા અલગ અલગ સીમકાર્ડ તથા રોકડા રૂ. ૧,૫૦,૦૦૦/- મળી આવતા બિહાર પશ્ચિમચંપારણ, બેતીયા જિલ્લાના મજલીયા પોલીસ સ્ટેશન ખાતે આઇ.ટી.એકટ ૬૬(સી), ૬૬ (એફ.) વિ. મુજબ બિહાર પોલીસે ગુનો રજી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી એક આરોપી અમદાવાદ ખાતે હોવાની વિગત જણાય આવતા તુરતજ એક ટીમ અમદાવાદ ખાતે રવાના કરતા તે ટીમને પણ હ્યુમન ઇન્ટેલીજન્સ પોકેટકોપ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા એક આરોપીને હસ્તગત કરવામાં સફળતા મળેલ છે.

તપાસ દરમ્યાન પશ્ચિમ ચંપારણ બેતીયા, બિહાર ખાતે ઘણા બધા ઇસમો તાજેતરમાં થતાં સાઇબર જેમાં ગાડી ફસાયેલલોટરી લાગેલ,લક્કિ ડ્રોમાં ગાડી જીતવાના,બાઇક જીતવાના, કોન બનેલા કરોડપતિ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે નંબરની પંસદગી થયેલ તથા છોકરીઓ સાથે વાતચિત કરાવી, લલચામણી તથા લોભામણી સ્કીમો, એ.ટી.એમ,ફોર્ડ તથા અલગ અલગ ગેંગના સભ્યો બની VOIP કોલ્સ તેમજ વોટસએપ,અન્ય સોશીયલ મિડીયા પ્લેટફોર્મના કોલીંગ તથા મેસેજથી આધારે પૈસા પડાવવાની ગેર કાયદેસરની પ્રવૃતિ આચરવાની ટેવ વાળા છે

તેમજ જે કોઇ વ્યકિત આ લોકોની જાળમાં ફસાઇ જાય તેમને તેઓ લલચાવી અથવા ડરાવી ધમકાવી પૈસા પકાડાવવાની પ્રવૃતિ કરે છે આમ જનતા, ઉધોગપતિ, વેપારીઓની તમામ માહીતી તેઓ ગુગલ સર્ચ એન્જીન ઉપર અલગ અલગ એપ્લીકેશનો મારફતે મેળવે છે. – પકડાયેલ આરોપીનું નામસરનામુ તથા ગુનામાં ભજવેલ ભૂમીકામાં અમરૂમુલ્લા મોમતાઝ અન્સારી ઉવ. ૧૯ રહે. જોકટીયા (JAUKATIYA) વોર્ડન.- ૧૩,થાણુ- મજાલીયા જિ. બેતીયા,પ્રશ્ચિમચંપારણ બિહાર હાલ રહે નારોલ, અલહબીબ એસ્ટેટ, અમદાવાદ વાળો પોતાના સાગરીતોને અલગ અલગ વ્યકિતના બેન્ક એકાઉન્ટ આપી, બિહાર ખાતે હસ્તગત થયેલ આરોપી કલીમુલ્લા મોમતાઝ અન્સારી રહે જોકટીયા(JAUKATIYA) વોર્ડનં.-૧૩,થાણુ મજાલીયા જિ. બેતીયા,પ્રશ્ચિમચંપારણ બિહાર વાળો પોતાના સાગરીતો સાથે મળી ગુગલસર્ચ એન્જીન ઉપર સર્ચ કરી અલગ અલગ રાજયના ઉધોગપતિ, વેપારીઓની માહીતી એકત્રીત કરી તેઓને VOIP કોલ્સ તેમજ વોટસ એપ, અન્ય સોશીયલ મિડીયા પ્લેટફોર્મના કોલીંગ તથા મેસેજ મોકલી ગુના અચરતા હતા.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો પશ્ચિમ ચંપારણ બિહાર બેતીયા જિ.ના મજાલીયામાં કુલ ૪૬ આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજી. થયેલ છે. જે ગુનાના કામે અમરૂમુલ્લા મોમતાઝ અન્સારી નાસતો ફરતો છે. – આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં બિહાર ખાતે પકડાયેલ કલીમુલ્લા મોમતાઝ અન્સારી અન્ય નહીં પકડાયેલ સાગરીતો અમરૂમુલ્લા બસીર અન્સારી, મીરાજ શોયેબ અન્સારી, અનશુકુમાર મનેજર પટેલ રહે બધા જકટીયા(JAUKATIYA) થાણુ- મજલીયા જિ. બેતીયા,પ્રશ્ચિમચંપારણ બિહાર વાળા ગુગલસર્ચ એન્જીન ઉપરથી ઉધોગપતિ, વેપારીઓની તમામ માહિતી એકત્રીત કરી તેઓને VOIP કોલ્સ તેમજ વોટસએપ,અન્ય સોશીયલ મિડીયા પ્લેટફોર્મના કોલીંગ તથા મેસેજથી લલચાવી તથા ડરાવી ધમકાવી પૈસા પડવવાની તથા એ.ટી.એમ. ફોર્ડ કરી ગે.કા. પ્રવૃતિ કરવાની છે જે ગેકા, રીતે પડાવેલ રકમ મેળવવા પકડાયેલ આરોપી અલગ અલગ વ્યકિતઓના બેન્ક એકાઉન્ટ નંબર મેળવી તેઓના એ.ટી.એમ. કાર્ડ મેળવી બેન્ક સાથે પોતાના નંબર લીંક કરી નાણા મેળવવા એમ.ઓ. ધરાવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!