મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ચોરીના ગુન્હાને અંજામ આપ્યા બાદ મોરબી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો ઉમેદસિંહ ઉર્ફે જયરાજસિંહ અજીતસિંહ પરમાર (ઉ.વ .૨૩ રહે . હાલ વિધ્યુતનગર અર્જુનભાઇ આનંદભાઇ આહીરની ઓરડીમાં ભાડેથી મુળ દેવભુમીદ્વારકા) ગત તા .૦૪ / ૦૨ / ૨૦૨૨ ના રોજ વચગાળાના જામીન મેળવી જેલ માથી છૂટ્યો હતો. જે કેદીને તા . ૦૬/૦૪/૨૦૨૨ ના રોજ જિલ્લા જેલ મોરબી ખાતે હાજર થવાનું હોય પરંતુ આરોપી વચગાળાની રજા ઉપરથી ફરાર થઇ ગયો હતો. જે કેદી દ્વારકા જિલ્લાના ચરકલા ગામે હોવાની પોલીસને બાતમી મળતા પેરોલ ફર્લો અને મોરબી એલ.સી.બી.ની ટીમે દોડી જઇ દબોચી લીધો હતો.જને હસ્તગત કરી જેલ ભેગો કરાયો હતો.









