ઇડર પોલીસ મથક વિસ્તારમાં હત્યાના ગુન્હાને અંજામ આપ્યા બાદ પોલી ઝપડે ચડેલ આરોપી પ્રવિણભાઇ કાળુભાઇ નાયકા (રહે.તંબોરીયા તા.પાવી જેતપુર જી.છોટા ઉદેપુર)ને જેલ હવાલે કરાયો હતો. જેના તા.૨૦/૦૧/૨૦૨૧ ના હુકમથી ૧૪ દિવસના વચગાળાના જામીન મંજુર થતા તા.૨૮/૧૦/ ૨૦૨૧ના જામીન ઉપર મુક્ત કરાયો હતો. જે કેદીને તા.૧૨ /૧૧ /૨૦૨૧ ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું જે આરોપી જેલમાં હાજર થવાને બદલે જામીન ઉપરથી ફરાર થઇ માળીયા મીયાણા વાગડીયા ઝાપા પાસેથી ઝડપાયો હતો. જેને માળીયા મીયાણા પોલીસે હસ્તગત કરી સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી દીધો હોવાનું સામે આવ્યું છે.