Friday, April 26, 2024
HomeGujaratવિદેશી દારૂના ગુન્હામાં ચારેક માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

વિદેશી દારૂના ગુન્હામાં ચારેક માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ટીમના હેડ કોન્સ. ઈશ્વરભાઈ કલોતરા અને ભગીરથસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી હરદેવસિંહ ચનુભા પરમાર(ઉ.વ.૨૨) રહે. જુના દેવળીયા, દરબાર શેરી, તા. હળવદ વાળો જુના દેવળીયા સરોવર હોટેલ આવેલ હોવાની ચોકકસ બાતમીના આધારે આરોપી ને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. આલ, એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. બી. ડાભી તથા પો. હેડ કોન્સ. ઈશ્વરભાઈ કલોતરા, પો. કોન્સ. ભગીરથસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!