Thursday, August 14, 2025
HomeGujaratવલસાડમાં ગૌવંશને કતલખાને મોકલવાના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વાંકાનેરથી...

વલસાડમાં ગૌવંશને કતલખાને મોકલવાના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વાંકાનેરથી ઝડપાયો

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના આપતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન વલસાડના કપરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના કોઠી ગામમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, વલસાડ જીલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ ગુ.ર.ન.૧૧૨૦૦૦૨૭૨૪૧૨૮૫/૨૦૨૪૭ પ્રાણી ક્રુરતા નિવારણ અધીનીયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (ક,ઘ, ચ, છ,ઝ,ડ) તથા એમ.વી.એકટ કલમ ૧૯૨ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધીનીયમ ૧૯૫૪ સને ૨૦૧૧ તથા સને ૨૦૦૭ ના સુધારા સાથેની કલમ ૫ વિગેરે મુજબના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી મનસુખભાઈ ટીડાભાઈ જાદવ (રહે.કોઠી ગામમા તા.વાંકાનેર જી.મોરબી) પોતાના રહેણાક મકાને હાજર છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેથી આરોપીને પુછપરછ અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને લાવી ગઈકાલે તા.૧૧/૦૮/૨૦૨૫ ના રોજ હસ્તગત કર્યો છે. તેમજ આરોપીને કપરાડા પોલીસ સ્ટેશન ખાતે મોકલાવ તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!