મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પીઆઈ વી.બી.જાડેજાને સુચના આપતા એલસીબી પીએસઆઈ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય જે પૈકી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનનાં વાહન અકસ્માતના ગુન્હામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપી વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.૪૮ રહે.ભરૂડીયા ગામ તા.ભચાઉ જી.ભુજ કચ્છ) વાળાને ભરૂડીયા ગામેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા,સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવાણીયા, પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા,અશોકસિંહ ચુડાસમા હરેશભાઇ સરવૈયા સહિતનાઓ રોકાયેલા હતાં.