Saturday, January 18, 2025
HomeGujaratટંકારા પંથકમા છેતરપીંડીના કેસમાં સાડા ત્રણેક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારા પંથકમા છેતરપીંડીના કેસમાં સાડા ત્રણેક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારા પંથકમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફર્લોની ટિમ અને એલ.સી.બી. પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથકના આઇ.પી.સી.કલમ -૪૦૭,૪૧૧,૧૨૦ બી,(વિશ્વાસઘાત અને છેતરપીંડીના)ના ગુન્હાને અંજામ આપી પોલીસ પકડથી દૂર રહેલ આરોપી કલ્યાણખાન અકબરખાન પઠાણ (ઉ.વ. ૩૦ રહે , બસંતી કી ઢાણી ઉદાસીયા તા.ચોહટન જી.બાડમેર, રાજસ્થાન )ને અણીયારી ટોલનાકા પાસેથી દબોચી લીધો હતો.પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથકમાં સોંપ્યો હોવાનું જાહેર થયું છે.

આ રેઇડ દરમિયાન એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એએસાઈ પોલાભાઇ ખાંભરા, ચંદ્રકાંતભાઇ વામજા તથા હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા, ચંદુભાઇ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, તથા કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, બ્રિજેશભાઇ કાસુન્દ્રા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!