મોરબી પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેડરાની સુચના તથા એલસીબી પીઆઈ વી.બી.જાડેજા તથા પો.સ.ઈ. એન. બી. ડાભી નાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડનાં જયેશભાઈ સોમાભાઈ વાઘેલા તથા બ્રિજેશભાઈ લવજીભાઈ કાસુન્દ્રા ને ખાનગી રાહે મળેલી હકીકત આધારે વાંકાનેર પોલીસ સ્ટેશનનાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતો ફરતો આરોપી વસીમભાઈ હારૂનભાઈ મુલતાની (ઉ.વ.૨૮, રહે. રાજકોટ, સ્વાતી પાર્ક મેઈન રોડ, રવેચી ટી સ્ટોલ વાળી શેરી, તા.જી. રાજકોટ) વાળા ને રાજકોટ સ્વાતી પાર્ક મેઈન રોડ, રવેચી ટી સ્ટોલ પાસે થી પકડી પાડી આગળ ની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.
આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પો.સ.ઈ. એન.બી.ડાભી, પેરોલ ફર્લો સ્કવોડ એએસઆઈ હિરાભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સંજયભાઇ પટેલ, રજનીભાઈ કૈલા, પો.કોન્સ. જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સહદેવસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા સહિતનાઓ રોકાયેલા હતાં.