વાંકાનેરની સગીરવયની દીકરીનું આજથી પાંચ છ મહિના પહેલા અપહરણ કરી લઇ જઇ શરીર સંબંધ બાંધી સાડા ત્રણ મહિનાનો ગર્ભ રાખી દેનાર આરોપીને પોલીસે પકડી પાડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરની સગીરાને પાંચ છ મહિના પહેલા આરોપી પરબત ઉર્ફે પબો જીવણભાઈ બાંભવા ૨૫ વર્ષીય (રહે.ભરવાડપરા)વાળો લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી શરીર સંબંધ બાંધી સાડા ત્રણ માસનો ગર્ભ રાખી ગર્ભવતી કરી ગુન્હો આચરતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછ કરતા આરોપીએ સગીરવયની દીકરીને રાતીદેવડી જડેશ્વર રોડ જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો તેમ જણાવ્યું હતું.હાલ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.