વર્ષ ૨૦૨૦માં હળવદના પ્રતાપગઢ ગામે રિસામણે ગયેલ પરિણીતાને લેવા ગયેલ યુવક પર પરિણીતાના ભાઈએ કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને માથામાં જમણી બાજુ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જે મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને રૂ.ર૦,૦૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦માં હળવદના વેગડવાવ ગામે રહેતા મુનાભાઈની પત્ની પ્રતાપગઢ ગામે રિસામણે ગયેલ હોય જેથી મુનાભાઈ અને તેમના કૌટુંબીક ભાઈ મૃતક રમેશભાઈ બન્ને પ્રતાપગઢ ગામે ગયા હતા.જ્યાં મુન્નાભાઈની પત્ની સાથે સમાધાનની વાત ચાલુ હતી.તે વખતે પરિણીતાનો ભાઈ આરોપી વિક્રમ એકદમ ઉશ્કેરાઈ જઈ પાછળથી હાથમાં કુહાડી લઈ આવી રમેશભાઈને કુહાડીનો એક ઘા માથામાં જમણી બાજુ મારી ગંભીર ઈજા પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું.જે કેસમાં હળવદ પોલીસે આરોપી વિક્રમભાઈ વાઘજીભાઈ બારાણીયાની ધરપકડ કરી હતી આ કેસ મોરબી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ પી વી શ્રીવાસ્તવ સાહેબ સાહેબ ની કોર્ટ માં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તેમજ જિલ્લા સરકારી વકીલ વિજય સી જાની ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો છે અને આરોપીને આજીવન કેદની સજા અને રૂા.ર૦,૦૦૦/-નો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે









