મોરબી એલ.સી.બીને વધુ એક સફળતા મળી છે. વાકાનેર તાલુકાના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર ૧૨ વર્ષ પહેલા થયેલ લુંટ / ધાડ ના ગુન્હામાં વર્ષોથી નાસતા ફરતા આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના આપતા સૂચના અન્વયે પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ /ધાડના ગુન્હાના નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઇ ભુરીયા (રહે.ઉબેરાઉ તા.રાણાપુર જી.જાબુંઆ (એમ.પી.) હાલ.રહે. ખજુરડા ગામ શિવશકિત હોટલ પાસે તા.જામકંડોરણા જી.રાજકોટ)ને ગઈકાલે તા.૧/૦૩/૨૩ ના રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.