મોરબી શહેરમાં શરમજનક ઘટના બની છે. મોરબીમાં કાયદા અને વ્યવસ્થાનો ખૌફ ઉડી ગયો હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. એક શખ્સે ધોળા દિવસે યુવતીની છેડતી કરતા પોલીસે શખ્સને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબીમાં યુવતીની છેડતીની ઘટના સામે આવી છે. જેમાં મેહુલ ઝીલરિયા નામના આરોપીએ યુવતીની છેડતી કરતા પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીની અટકાયત કરી હતી.ત્યારે ભોગ બનનાર યુવતીએ આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી હતી. જેને પગલે આજ રોજ યુવતીની છેડતી કરનાર આરોપી મેહુલ ઝીલરિયાને બનાવ સ્થળે લઇ જઈ પોલીસે રિકન્સટ્રકશન કરાવ્યું હતું.