મોરબીનાં શનળા રોડ ઉપર “બજરંગ સેલ્સ એજન્સી” નામની દુકાનમાં પાન મસાલાની ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ તથા અમદાવાદ ગ્રામ્યના સાણંદમાં એક ચોરીના ગુનામાં છ માસથી નાસતો ફરતો આરોપી મોરબી સીટી એ-ડીવીજન પોલીસના સીકંજામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઇ. એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય જેમા ગત તા.૩૦-૩૧/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રીના મોરબી શનળા રોડ ઉપર આવેલ સમયના ગેઇટ પાસે આવેલ “બજરંગ સેલ્સ એજન્સી” નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી પનબીડી,સીગારેટ,ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પુ વિગેરે મળી કુલ રૂ. ૧,૫૪,૫૦૦/-ના માલમત્તાની ચોરી થયા અંગેની ફરીયાદ અમીતભાઇ મગનભાઇ અંબાણીએ અજાણ્યા ચોર ઇસમ સામે મોરબી સિટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમા કુલ ચાર આરોપીઓની અગાઉ ધરપકડ થયેલ હોય તે ગુન્હામા સુરેશભાઇ ઉર્ફે કેકડો અશોકભાઇ ગાવડીયા (રહે.જેતપુર(કાઠી) ધોરાજીરોડ જાગૃતિ સોસાયટી ચંદનઆઇસ્ક્રીમ વાળી શેરી) નામનો આરોપી છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય તેમજ આરોપીએ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરેલ હોય તેમા પણ નાસતો ફરતો હોય જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે નાસતો ફરતો આરોપી રવાપર ધુનડા ચોકડી નજીક હોવાની બાતમીના આધારે તેને પકડી આગળની કાર્યવાહી કરવામા આવી રહી છે.