મોરબીમાં બે મિત્રોની શરમજનક કરતુત સામે આવી છે. જેમાં બન્ને મિત્રોએ સાથે મળી બે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયા હતા.જ્યાં એક આરોપીએ એક સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જયારે બીજા આરોપીએ બીજી સગીરા સાથે અડપલાં કરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતા બે મિત્રો દ્વારા બે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જવામાં આવી હતી.જ્યાં આરોપીઓએ એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જયારે એક સાથે અડપલા કર્યા હતા. જેમાં સલીમ બ્લોચ નામના ઈસમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મિલન રાઠોડ નામના ઈસમે એક સગીરા સાથે અડપલા કર્યા હતા.જે સમગ્ર મામલાની જાણ થતા પરિવારજનો દ્વારા બન્ને આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.