મોરબી જીલ્લા સહીત રાજ્યભરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી આવા ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવાની સુચના અન્વયે આજે વાંકાનેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં પાણીના કુદરતી નિકાલની જગ્યા પર અમુક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે મકાનો ખડકી દેવામાં આવ્યા હતા. જેના વિરુદ્ધ વાંકાનેર નગરપાલિકા દ્વારા આજ રોજ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે 25 વારિયા વિસ્તારમાં ખડકાયેલા આઠ પાકા અને છ કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અને આગામી સમયમાં હજુ ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવશે. તેવી ખાતરી પણ વાંકાનેર નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે