Tuesday, November 26, 2024
HomeGujaratપોલેન્ડના રાજદૂતે મોરબીના વિશ્વ વિખ્યાત ઘડીયાળ ઉદ્યોગની મુલાકાત લીધી

પોલેન્ડના રાજદૂતે મોરબીના વિશ્વ વિખ્યાત ઘડીયાળ ઉદ્યોગની મુલાકાત લીધી

પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી મોરબી જિલ્લાની બુધવારે એક દિવસની ટૂંકી મુલાકાત દરમિયાન મોરબી શહેરના ઐતિહાસીક અને સાંસ્કૃતિક ધરોહર સમા મયુર પેલેસ, દરબાર ગઢ અને મણિમંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ મોરબીના વિશ્વ વિખ્યાત ઘડીયાળ નિર્માણ અને બનાવટ અંગેની જાત માહિતી મેળવવા અજંતા ઓરેવા ગ્રુપની ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારા રોડ પર અંજતા ઓરેવા ગ્રુપની ફેક્ટરીની મુલાકાત વેળાએ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી એ ઘડીયાળ બનાવવાની તમામ વિગતો અને ઘડીયાળ બનાવવાની પદ્ધતિ અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી. મોરબી જિલ્લામાં અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણની પહેલની સરાહના કરી મહિલાઓને સ્વાવલંબન બનાવવાના પગલાને સ્તુત્ય ગણાવ્યું હતું.

અંજતા ગ્રુપની ફેક્ટરીમાં મુલાકાત બાદ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હું અહીંની પ્રોડક્સન પદ્ધતિથી ખૂબ જ પ્રભાવીત થયો છું. કેમકે તેઓ મહિલાઓને રોજગારી આપીને ખૂબ જ મદદ કરી રહ્યા છે અને તેઓની પ્રગતિમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. જયસુખભાઇ પટેલની આગેવાની હેઠળની અજંતા ઓરેવા કંપનીની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.

તેઓની મુલાકાત વેળાએ અજંતા ઓરેવા ગ્રુપના પ્રોડક્શન મેનેજર રાજકુમારજી એમ., એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર દિનેશભાઇ દવે, જિલ્લા વહિવટી તંત્ર વતી ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ જોડાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!