ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના નામ પર ભાજપે મહોર મારી છે. જેને લઈ વાંકાનેર સહીત મોરબી જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યસભાના ઉમેદવાર તરીકે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલાની જાહેરાત થતા મોરબી ક્ષત્રિય સમાજ અને જિલ્લા ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મોરબી જિલ્લા ભાજપ તેમજ ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી છવાઈ છે. મોરબી ક્ષત્રિય સમાજ અને જિલ્લા ભાજપ દ્વારા રાજવી કેસરીદેવસિંહ ઝાલાની પસંદગી કરાતા ફટાકડા ફોડીને ઉજવણી કરાઇ હતી. તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના હોદેદારો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોરબીના નેહરુ ગેટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.