Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકર સંક્રાતિના તહેવારને લઈને જાહેરનામું બહાર પડાયું

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકર સંક્રાતિના તહેવારને લઈને જાહેરનામું બહાર પડાયું

મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ જીટી પંડ્યા એ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કોઈ પણ વ્યક્તિ જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ, હાથમાં લાંબા ઝંડા, વાસના બામ્બુ, વાસની પટ્ટીઓ ધાતુના તાર લંગર કે વાસ વગેરેની મદદથી કપાયેલ પતંગો કે દોરા મેળા ઉપર પ્રતિબંધ, ટેલીફોન કે ઇલેક્ટ્રીક તાર ઉપર કે દોરી નાખવા ઉપર પ્રતિબંધ, જાનનું જોખમ થાય તે રીતે રસ્તા ઉપર ભયજનક ધાબા ઉપર ચઢીને પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, આમ જનતાને લાગણી દુબઈ તે રીતે પતંગ પર ઉશ્કરી જનક લખાણો લખવા ઉપર પ્રતિબંધ, આમ જનતાને ત્રાસ થાય તે રીતે લાઉડ સ્પીકર વગાડા ઉપર પ્રતિબંધ, પ્લાસ્ટિક સિન્થેટિક મટીરીયલ લોખંડ પાવડર હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરેલ હોય તેવી દોરી- ચાઈનીઝ માજાના પાકા દોરા, ચાઈનીઝ પ્લાસ્ટિકની બનાવટના ચાઈનીઝ દોરા વગેરેનો વપરાશ કરવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આગમી મકરસંક્રાંતિના તહેવારને લઈને સમગ્ર મોરબી જિલ્લામાં લોકો જાહેર માર્ગો રસ્તા ઉપર પતંગ ઉડાવતા હોય છે અને કપાયેલા પતંગો અને દોરડા વગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા વાસ વગેરે લઈ રસ્તાઓ ગલીઓ શેરીઓમાં દોરા દોડી કરતા હોય છે જેને કારણે ટ્રાફિકને અર્ચન રૂપ પણ થતી હોય છે તેમજ શેરીઓ અને રસ્તા ઉપર ટેલીફોન અને ઇલેક્ટ્રીક તાર ઉપર લંગર નાખી હલવાયેલી પતંગ કાઢવાનો પ્રયાસ કરતા હોય છે અને બે ઇલેક્ટ્રીક ફાયર ઓફ ભેગા થવાથી શોર્ટ સર્કિટની તથા તૂટી જવાની સંભાવના રહેતી હોય છે તેમ જ ઘણા લોકો પતંગ ઉડાડવા માટે ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા હોય છે અને આ ચાઈનીઝ દોરી કોઈ વ્યક્તિના શરીર પર પડે ત્યારે વ્યક્તિના શરીરના અંગો કપાઈ જવાનો ભય રહેતો હોય છે તથા પતંગ ઉડાડવાના કારણે પક્ષીઓને ઇજાને મૃત્યુ પામવાની પણ ઘટના બનતી હોય છે. ત્યારે ઉતરાયણ પર્વ ઉપર ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડતા હોય છે. આ ચાઈનીઝ તુક્કલ હલકી ગુણવત્તાના હોવાના હોવાથી સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે. આ ઉપરાંત ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપત્તિને પણ નુકસાન થતું હોય છે. આવી બનતી ઘટનાઓને અટકાવવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.૨૨/૧૨/૨૦૧૫ ના આદેશ મુજબ મોરબી જિલ્લાના સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દર વર્ષની જેમાં વર્ષે પણ તા.૨૦/૦૧/૨૦૨૪ સુધી ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન વેચાણ અને ઉડાડવા ઉપર હંગામી પ્રતિબંધ સીઆરપીસી કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૩૩ (૧)(બી)(યુ),૧૧૩ હેઠળ મળેલ સત્તા હેઠળ પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ જી. ટી.પડ્યા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!