શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ટંકારા તાલુકાના સજનપર ગામે પુજીત અક્ષત કળશ પહોંચતા તેનું ભાવભેર સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ભવ્ય રામજી મંદિર બની રહ્યું છે. તેનાથી ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા
ટંકારા તાલુકાના સજનપર ગામે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ભાવભેર સ્વાગત અને પુજન કરવામાં આવ્યું હતું. આ કળશ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ રામભક્તો હાજર રહ્યા હતા. નાની બાળાઓ દ્વારા પૂજીત અક્ષત કળશનું સામૈયુ કરવામાં આવ્યું હતું. આ સામૈયા દરમિયાન પ્રભુ શ્રી રામના નામના નારાથી સમગ્ર સજનપર ગામ ગુંજી ઉઠ્યું હતું. તેમજ ભવ્ય રામજી મંદિર બની રહ્યું છે. તેનાથી ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને 22 જાન્યુઆરીએ દિવાળી જેમ ઉજવવા જણાવેલ હતું.