હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ભાવ નહિ મળતા વરિયાળી ,રાય,રાયડો,જીરું,એરંડા સહિતની તમામ હરરાજી અધવચ્ચે જ બંધ કરાવીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં અલગ અલગ જનસીઓની હરરાજી ચાલુ હોય પરન્તુ ખેડૂતો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓને જે ભાવ કહેવામાં આવે છે એ ભાવે જ્યારે તેઓ પોતાનો પાક વહેચવા યાર્ડ ખાતે પહોંચે ત્યારે જણાવેયલ ભાવ કરતા ઓછો ભાવ આપવામાં આવે છે અને આ બાબતની રજુઆત કરવામાં આવતા એપીએમસી ના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારો માલ રખવો હોય તો રાખો નહીતો પાછો લય જાઓ જેથી પૂરતા ભાવ મળતા નથી જેથી હજારો ખેડૂતો દ્વારા વરિયાળી હરરાજી અધવચ્ચે થી જ બંધ કરવામાં આવી હતી.અને જ્યાંસુધી પૂરતા ભાવ નહિ મળે ત્યાં સુધી હરરાજી ચાલુ કરવામાં નહિ આવે એવી ચીમકી ઉચ્ચારી છે.