Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં સૌપ્રથમ વખત શરદપૂર્ણિમાની રાત્રે યોજવામાં આવ્યો હતો એવોર્ડ શો.

મોરબીમાં સૌપ્રથમ વખત શરદપૂર્ણિમાની રાત્રે યોજવામાં આવ્યો હતો એવોર્ડ શો.

મોરબીના અક્ષર ડેકોર દ્વારા પંચાસર રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ટીપ્લોટ ખાતે શરદપૂર્ણિમાની રાત્રે ભવ્ય એવોર્ડ સોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં સૌપ્રથમ વખત આવા કોઈ કાર્યક્રમનું આયોજન થયું હતું.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં જુદા જુદા જિલ્લાઓ અને તાલુકાઓ માંથી 168 જેટલા ટીવી અને ફિલ્મના કલાકારો, મેકઅપ આર્ટિસ્ટ, ડાયરેક્ટર, એક્ટર, એક્ટ્રેસ, કોરિયોગ્રાફર, મોડલ, ચિલ્ડ્રન આર્ટિસ્ટ, લોક ગાયક કલાકાર , હાસ્ય કલાકાર, સોશિયલ વર્કર જેવા અલગ અલગ ક્ષેત્રોમાંથી મહાનુભાવોને બોલાવી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

ત્યારે આ કાર્યક્રમ સમસ્ત જહેમત અક્ષર ડેકોર નાં ઓનર શ્રી જયદીપભાઈ ડાભી તથા રક્ષિતભાઈ ખીરૈયા અને નાશા ગ્રુપ એજ્યુકેશન નાં પ્રમુખશ્રી વિજયભાઈ ભાડજા તથા તેમની ગ્રુપ ટિમ દ્વારા ઉઠાવવા માં આવી હતી ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્ય કલાકાર તરીખે ખુબજ જાણીતા હાસ્ય કલાકાર શ્રી હકાભા ગઢવી આવ્યા હતા અતિથિ વિશેષ તરીખે શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના નાં ઉપાધ્યક્ષ (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ) શ્રી.રાજ શેખાવતજી અને શ્રી નિકિતાબા રાઠોડ તલવારબાજી ટ્રેનર એન્ડ સોશિયલ વર્કર એશિયા બુક ઓફ રેકોર્ડ એન્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તલવાર બાજી ટ્રેનર તથા રઘુનાથ સ્કુલ પ્રેસિડેન્ટ શ્રી ખુશી યાદવ ગુજરાતી ફિલ્મ નાં ભીષ્મ પિતા મહ શ્રી કેશવ રાઠોડ સાહેબ ડાયરેક્ટ શ્રી સૂર્યકિરણ રાવતજી, કે, સી, ચૌહાણ, નિકુંજ પટેલ સાવનરાજ, લોકિક માંડગે તથા સામાજિક અગ્રણી યુવા ઉદ્યોગ પતિ શ્રી.પંકજભાઈ રાણસરિયા રાજપૂત સમાજ નાં યુવા અગ્રણી શ્રી વિશ્વજીતસિંહ ચુડાસમા અને યુવા અગ્રણી શ્રીઅમિત આહીર તથા અનેક નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ પ્રસંગ ને દીપાવ્યો હતો.એવોર્ડ શો બાદ શરદ પૂર્ણિમા નિમિતે રાશ ગરબા નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં રાશ ની રમઝટ રમી ને ખેલેયા એ બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પ્લેયર મેલ, ફિમેલ, કિડ્સ નાં પ્રોત્સાહન રૂપે ઇનામો વિતરણ કરવા માં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!