Monday, January 13, 2025
HomeGujaratગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવા એવોર્ડ એનાયત કરાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવા એવોર્ડ એનાયત કરાશે

એવોર્ડ માટે ઈચ્છુક વ્યક્તિઓએ ૧૦મી માર્ચ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અરજી કરવી

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ દ્વારા એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

જે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઇએ અને યોગ બોર્ડનું યોગ કોચ/યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઇએ. એવોર્ડ મેળવવા ઉમરનો કોઇ બાધ નથી. એવોર્ડ માટે સાચી અને અપડેટ કરેલ પ્રોફાઇલ (બાયોડેટા) પૂરાવા સાથે રજૂ કરવાના રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ કાર્યના ફોટા સહિતના વધુમાં વધુ પાંચ પાનાનાં નક્કર પુરાવા અને એક પેજનો બાયોડેટા તા.૧૦-૦૩-૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ૨૫૭/૨૩૬ બીજોમાળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!