Sunday, January 19, 2025
HomeGujaratબાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષામાં ધારાશાસ્ત્રીઓને ગ્રેસીંગ માર્ક આપવા બાર કાઉન્સિલ ઓફ...

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષામાં ધારાશાસ્ત્રીઓને ગ્રેસીંગ માર્ક આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ભલામણ કરાઈ

સને ૨૦૧૦થી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા કોઈપણ સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધાયેલા ધારાશાસ્ત્રીએ દેશની કોઈપણ અદાલતમાં વકીલાત કરવી હોય તો ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરવી ફરજીયાત કરેલ છે. અને સને ૨૦૧૦ થી અત્યારસુધી ૧૮ વાર આ પરીક્ષા લેવામા આવેલ છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેતી કંપની ધ્વારા આ પરીક્ષા લેવામા આવે છે. જે પરીક્ષામાં અનેક પ્રશ્નોને કારણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા લેવામા આવેલ પરીક્ષાના પરિણામ પર મોટી અસર જોવા મળી છે. તેથી ધારાશાસ્ત્રીઓને પાંચ માર્કસ ગ્રેસીગ આપી રીઝલ્ટ આપવા ભલામણ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, દેશની કોઈપણ અદાલતમાં.વકીલાત કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા લેવામા આવેલ પરીક્ષાના પાસ કરવી પડે છે. તેના માટે ધારાશાસ્ત્રીઓ પરીક્ષા આપતા હોય છે. જેની શરૂઆત ૨૦૧૦ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા શરૂ કરવામાં આવી છે. જે 20 કાયદાઓ ઉપર ૧૧ ભાષામાં આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા શરૂઆતના સમયમાં માત્ર ત્રીj પરીક્ષા સુધી કંપની ધ્વારા પરીક્ષાલક્ષી મટીરીયલ્સ આપવામાં આવતુ હતુ. પરંતુ ત્યાર બાદ પરીક્ષામાં બેસનાર ધારાશાસ્ત્રીઓને પરીક્ષાલક્ષી મટીરીયલ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. તેમજ આ પરીક્ષામાં અત્યાર સુધી માત્ર ૪૦ માર્કસ મેળવવાનું ફરજીયાત હતુ. પરંતુ ૧૮મી પરીક્ષામા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પરીક્ષા આપનાર ધારાશાસ્ત્રીઓએ ૪૫ માર્કસ લાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું હતું. તેથી મળતી માહિતી મુજબ 100 માર્કસના પરીક્ષા-પેપરમાં ૭ સવાલોમા ટેકનીકલ ભુલ હોવાને કારણે ૯૩ માર્કસમાંથી ૪૨ માર્કસ લાવવાના ફરજીયાત કરવામાં આવ્યા હતા. પરંતુ પરીક્ષાલક્ષી મટીરીયલ ન મળવાને કારણે તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા પરીક્ષા લેવામાં વધુ સમયગાળો પસાર કરવાને કારણે આ વખતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા લેવામા આવેલ પરીક્ષાના પરિણામ પર મોટી અસર જોવા મળી છે અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ સંજોગોવશાત સફળ થયા નથી. જેને કારણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, વાઈસ-ચેરમેન મુકેશ સી. કામદાર, એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન નલિન ડી.પટેલ તથા સભ્ય અનિલ કેલ્લા સહિતનાઓ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એક ઈમેઈલ ધ્વારા જે વિધાર્થીઓ પાંચ માર્કસ સુધી ઓછા મેળવવાને કારણે નાપાસ જાહેર કરવામાં આવેલ છે. તેવા વિધાર્થીઓને પાંચ માર્કસ ગ્રેસીંગ આપવા માટે અને ધારાશાસ્ત્રીઓના ભાવિના હિતને લક્ષમાં રાખી યોગ્ય નિર્ણય લેવા માટે તાકીદે જાણ કરવામાં આવી છે. અને પાંચ માર્કસ સુધી ગ્રેસીંગ થનાર વિધાર્થીઓના રીઝલ્ટ ફરીથી જાહેર કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!