Sunday, May 19, 2024
HomeGujaratબાઈક સવારે રાહદારીને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

બાઈક સવારે રાહદારીને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

મોરબીના ચાંચાવદરડા ગામ પાસે દીનેશ નામના યુવકને બાઈક સવાર શખ્સે ઠોકર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે યુવકને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવતા કપાળના ભાગે ફ્રેકચર તેમજ માથામા ગંભીર ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો અનુસાર,મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટીયા પાસે દીનેશ પરમાર નામનો યુવક ચાલુને જતો હતો. તે દરમિયાન મોહન ગોવીંદભાઇ મુછડીયા નામનો શખ્સ તેનું હવાલાવાળુ બાઈક લઈ ત્યાંથી નાઇકાલયો હતો અને પુરપાટ ઝડપે લોકોનાં જીવને જોખમમાં મૂકી ગફલતભરી રીતે ચલાવતો હતો. ત્યારે તેને આગળ જય રહેલ રાહદારી દીનેશ પરમારને હડફેટે લીધો હતો. જેને કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઇ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરે જણાવ્યું હતું કે, યુવકને પાળના ભાગે ફ્રેકચર તેમજ માથામા ગંભીર ઇજાઓ પહોંચી છે. જયારે આરોપી બાઈક સવાર અકસ્માત સર્જી ફરાર થઇ જતા ઈજાગ્રસ્તના પિતાએ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!