મોરબીમાં દ્વિચક્રી વાહનોની ઉઠાંતરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મોરબીના ત્રીકોણબાગ પાસે આવેલ એસ.બી.આઇ. સામેથી પાર્ક કરેલ વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાનું સામે આવ્યું છે. જેને લઈ દ્વિચક્રી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની રામડેરીની બાજુમા નાનીવાવડી ખાતે રહેતા દીનેશભાઇ ભગવાનજીભાઇ અંદરપા નામના શખ્સે ગત તારીખ તા.૨૨/૧૧/૨૦૨૨ ના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ પોતાની GJ.03.DH.7506 નંબરની બ્લેક કલરની હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક ત્રીકોણબાગ પાસે આવેલ એસ.બી.આઇ. સામે આવેલ નગરપાલીકાના પાર્કીંગમાં પાર્ક કરી હતી. અને ત્યાંથી પોતાના કામ અર્થે બહાર જતા કોઈ અજાણ્યો શખ્સ તેની બાઈકની ઉઠાંતરી કરી જતા દીનેશભાઇ ભગવાનજીભાઇ અંદરપાએ જાત તપાસ કરી છતાં બાઈક ન મળતા તેમણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.