Thursday, January 16, 2025
HomeGujaratહળવદ ફાટક નજીક રિક્ષાની અડફેટે બાઈક ચાલક ઘવાયો

હળવદ ફાટક નજીક રિક્ષાની અડફેટે બાઈક ચાલક ઘવાયો

હળવદથી વેગડવાવને જોડતા રોડ પર આવેલ હળવદ ફાટક નજીક બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવાનને ઇજા થઇ હતી આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ ફાટક નજીક બેફામ સ્પીડે આવતા રીક્ષા નં GJ-01-TE-7012 ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રીક્ષા દીલીપભાઇના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં સાહેદ દિલીપભાઇને માથાના ભાગે તથા મોઢાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજા તથા ફેકચર કરી થયું હતું જે બનાવને લઈને ઇજાગ્રસ્તના ભાઈ મનસુખભાઇ જેરામભાઇ કણઝરીયા (ઉ.વ.૪૫ રહે.નવા વેગડવાવ)એ રીક્ષા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!