Sunday, November 17, 2024
HomeGujaratટંકારામાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડા ની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

ટંકારામાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડા ની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

ગત તારીખ 15 નવેમ્બરના રોજ ટંકારાના આંબેડકર હોલમાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડાના જન્મદિવસનો ભવ્ય કાર્યકર ઉજવવામાં આવ્યો હતો. બિરસા મુંડાનો નારો હતો કે, ‘આપણા દેશમાં આપણું રાજ’ જળ, જંગલ, જમીનની લડાઈમાં એકલા હાથે અંગ્રેજો સાથે બાથ ભીડીને લોકોને એકત્રિત કરીને અંગ્રેજો સામે ચળવળ ચલાવી અને સેંકડો અંગ્રેજોને મોતને ઘાટ ઉતાર્યા એવા મહાન ક્રાંતિકારી બિરસા મુંડા જેઓ આદિવાસી સમાજમાંથી આવતા હતા.

- Advertisement -
- Advertisement -

બિરસા મુંડા જન્મ દિવસના આ કાર્યક્રમમાં અમદાવાદથી હાઈકોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ તેમજ એડવોકેટ તૃષા પાટકર હાજર રહ્યા હતા. તેમજ રાજકોટથી એડવોકેટ સતીશ સાગઠિયા, યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી. સોલંકી, એડવોકેટ રશ્મિન સાગઠિયા, જયેશ રાઠોડ, અભી સાગઠિયા હાજર રહ્યા હતા. સ્થાનિકમાં ડોક્ટર પરમાર સાહેબ, એડવોકેટ કલ્પના ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, મુકેશ પરમાર, કિશોર પારિયા, દિલીપ પરમાર, ખોડાભાઈ ચાવડા, મુકેશ પરમાર (GEB), ગૌરાંગ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં એડવોકેટ મનસુખ ચૌહાણ, કાનજીભાઈ ભીલ, નવઘનભાઈ ભીલ, માનશીંગભાઈ ગણાવા, ભેરુલાલભાઈ, નર્સિંગભાઈ સઁગોડ, મનુભાઈ સબુરભાઈ, પર્વતભાઈ સઁગોડ, કમલેશભાઈ રાઠોડ, કમલેશ સઁગોડ, પારુભાઈ સંગાળા, વિક્રમભાઈ વસુનિયા, ઈશ્વરભાઈ ડામોર, ગિનુભાઈ મહિડા, દિનેશભાઇ મોહનીયા, ધીરુભાઈ હટીલા, મંગલભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!