રામદેવપીર એટલે તો બારબીજના ધણી. જેઓને ગઈકાલે પ્રાગટ્ય દિવસ હોય જેની રામધન આશ્રમ ખાતે ઉજવણી કર એવામાં આવી હતી. જેમાં યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.
મુકેશ ભગતનાં જણાવ્યા અનુસાર, રામધન આશ્રમ ખાતે રામદેવજી મહારાજનાં પ્રાગટ્ય દિવસ નિમિતે ગઈકાલે તા.૨૫/૦૯ સોમવારનાં રોજ પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો. જેમાં સવારે યજ્ઞ, ધ્વજારોપણ, મહાપ્રસાદ તેમજ સાંજે પાટ ભજન તેમજ મહાપ્રસાદ યોજાયું હતું. જેમાં સર્વે ભક્તોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ભાવ ભક્તિથી રામદેવજી મહારાજની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.