લડાયક યોદ્ધા રાણા પુંજા ભીલનો જન્મદિવસ તા. 05/10/2024 ના દિવસે ટંકારામાં આંબેડકર હોલમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં કેક કાપીને આવેલા મહાનુભાવોએ સમાજ ઉત્થાનની વાત કરી હતી. અને ત્યાર બાદ આદિવાસીના પરંપરાગત પોશાકમાં નૃત્ય કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લડાયક યોદ્ધા રાણા પુંજા ભીલનો જન્મદિવસ તા. 05/10/2024 ના દિવસે ટંકારામાં આંબેડકર હોલમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે કેક કાપીને જન્મ દિવસ ઉજવાયો હતો. આ તકે મહાનુભાવોએ સમાજ ઉત્થાનની વાત કરી હતી. અને ત્યાર બાદ આદિવાસીના પરંપરાગત પોશાકમાં નૃત્ય કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો. જ્યંતીભાઈ માકડીયા, સમાજ કલ્યાણ અધિકારી મોરબી છાસિયા સાહેબ, નાગજીભાઈ ચૌહાણ સામાજિક કાર્યકર્તા, કમળાબેન અશોકભાઈ ચાવડા ન્યાય સમિતિ ચેરમેન મોરબી જિલ્લા, પોલીસ કર્મચારી ચેતનભાઈ, ન્યાય સમિતિ ચેરમેન ટંકારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથી તરીકે રમેશભાઈ રાઠોડ સામાજિક આગેવાન, જસવંતભાઈ ચાવડા શિક્ષક જબલપુર, મહેશભાઈ લાધવા પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન, મુકેશભાઈ પરમાર સામાજિક કાર્યકર, સુરેશભાઈ સરપંચ ઓટાળા, દિલીપભાઈ પરમાર સામાજિક આગેવાન, કૌશિકભાઈ પારિયા સામાજિક આગેવાન, મહેશભાઈ સારેસા સામાજિક આગેવાન, કિરણભાઈ ચાવડા સામાજિક આગેવાન,કલ્પેશભાઈ પરમાર એન્જિનિયર, હસમુખભાઈ પડાયા સામાજિક આગેવાન, હરપાલભાઈ સોલંકી સામાજિક આગેવાન, હસમુખભાઈ સોલંકી સામાજિક આગેવાન, પ્રવીણભાઈ પાંચાલ સામાજિક આગેવાન, હસમુખભાઈ રાઠોડ સામાજિક આગેવાન, મોહનભાઇ ચૌહાણ સામાજિક આગેવાન, પોપટભાઈ ચૌહાણ સામાજિક આગેવાન, દલસુખભાઈ ચૌહાણ સામાજિક આગેવાન અને રમેશભાઈ સારેશા સામાજિક આગેવાન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમમાં મુખ્ય આયોજક તરીકે એડવોકેટ મનસુખભાઇ ચૌહાણ, અરવિંદભાઈ ગોહિલ, કાનજીભાઈ ગોહિલ, માનસિંગભાઈ ગણાવા, નર્સિંગભાઈ સઁગોડ, પર્વતભાઈ સંગોડ અને ભેરુલાલભાઈ ગરવાલ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.