Friday, February 28, 2025
HomeGujaratશ્રી ભીમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી સોમદત્ત બાપુની રક્ત તુલા કરવામાં આવી

શ્રી ભીમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી સોમદત્ત બાપુની રક્ત તુલા કરવામાં આવી

ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવનું મંદિર આવેલ છે ત્યાંના મહંત શ્રી કામધેનુ વિસામો લજાઈના સ્થાપક સોમદત્ત બાપા પોતાની 22 વર્ષની ઉંમરમાં લજાઈ ગૌશાળા ની સ્થાપના કરી હતી. આજે પણ આ સેવા અવિરત ચાલુ છે જેમાંથી પ્રેરણા લઈ મોરબી જિલ્લામાં ઘણી બધી ગૌ સેવાઓ થઈ રહી છે તેઓએ ઈ સ 1967 માં ગામના ગોંદરે સંકલ્પ કર્યો હતો અમારી ગાય કતલખાને કદી ન જાય તે સંકલ્પ ની સેવા આજે પણ ચાલે છે પૂજ્ય સોહમ દત્ત બાપા નો ઋણ ચૂકવવા લજાઈ ગામ સમસ્ત બાપાની રક્ત તુલા કરી રૂણમાંથી મુક્ત થવા આયોજન થયું હતું આ રક્તદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ કેન્સર વિભાગ અમદાવાદ અને સદભાવના પાટીદાર ટ્રસ્ટ અમદાવાદ તથા લાઈફ લેબોરેટરી રાજકોટ ને અર્પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ આયોજનમાં સહમદત્ત બાપા નો વજન 92 કિલો છે અને રક્તદાન કેમ્પમાં 402 બોટલ એક થી થઈ હતી આ કાર્યક્રમમાં નકલંગ મંદિરના મહંત દામજી ભગત જોગ આશ્રમ મહંત રંજન રામ તથા પીપુદાસ માતાજી છગન ભગત તથા ની હાજરી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લજાઈ ગામના સેવાભાવી યુવાનો આજુબાજુના ગૌસેવા મંડળ સેવાભાવી મંડળો દ્વારા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

શ્રી ભીમનાથ મહાદેવ મંદિર દ્વારા આવતા દર્શનાર્થો માટે ફરાર મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમાં અંદાજિત 3500 માણસો પ્રસાદ લીધો હતો.

આ સેવાના કાર્યક્રમોને સફળ બનાવવા સહયોગી નો ભીમનાથ મહાદેવ મંદિર ખુબ ખુબ આભાર માને છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!