રસ્તા પર કચરા ઠેરઠેર દબાણ વેરા વસુલાત પાણીચોર સ્ટિટ લાઈટ કનેક્શન સહિતના અન્ય બાબતો પર તાકિદે ધ્યાન આપે એવી માંગણી:કચેરીનું પટાગંણ ફરીથી માણસના મેળમાં કરી કાયાપલટનો આરંભ કરવાની જરૂર
ટંકારા તાલુકો હતો અને શહેરના અનેક લોકો પ્રાથમિક અને આવશ્યક સેવાથી વંચિત રહી મહાનગરો તરફ પ્રયાણ કરી રહા હતા ત્યારે રાજ્ય સરકારે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે જેથી હવે મામકાવાદ કે આંખની ઓળખાણથી થતા ખોટા કામના ઢાંક પિછોડા અને નિયમોનો છડેચોક ભંગ કરનાર સામે હવે કાયદેસરની કાર્યવાહી થાય એવી આશા જાગી છે ઉપરાંત અનેકોનેક સુવિધા માટે નવી શરૂઆત થશે જેથી ટંકારા થી મોરબી રાજકોટ જેવા મહાનગરમાં સગવડો માટે દોડી જતા નગરવાસીને ટંકારામાં સુવિધા ઉપલબ્ધ થશે ની આશા જીવંત બની છે. આ માટે ગામ પંચાયત ટંકારા લખેલ બોડ માથી નગર સેવા સદનના લખાણ સાથે બદલાવ આવે ની માંગ ઉઠી છે.
ઉપરાંત ગેરકાયદે પાણી ગેરકાયદે બાંધકામ સ્ટિટ લાઈટ માં ગેરકાયદેસર લંગરીયા સરકારી જગ્યાએ દબાણ નબળી કામગીરી વેરા વસુલાત ભુગર્ભ ફરિયાદ પાણી વિતરણ જાહેર શૌચાલય બગિચા સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી સૌ પ્રથમ નગર સેવા સદન નું ફળીયુ જે ગિરનારની ગોદ સમાન છે એને તળેટી માફક લાયક અને સહાયક બનાવવા સાથે નવો શુભારંભ કરવો જોઈએ ની લોક માંગ ઉઠી છે.