મોરબી સબજેલ સામે વોકળા પાસે ૪૫ વર્ષીય મહેબુબભાઈ બ્લોચનો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા મહેબુબભાઈ ઇબ્રાહિમભાઈ બ્લોચ ઉવ.૪૫ ગઈકાલ તા.૧૪/૦૨ ના રોજ સાંજે કોઈપણ સમયે મોરબી સબજેલ સામે કેન્દ્ર નજીક વોકળા પાસે મૃત હાલતમાં મળ્યા હતા. બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલ મૃત્યુના બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.









