મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેકે એલ.ઈ.કોલેજ રોડ ઉપર ન્યુ પેલેસના ગેટ પાસેથી ત્રાજપર ખારીમાં રહેતા ખેંગારભાઇ મંગાભાઇ વહેરા ઉવ.૪૫ મૃત હાલતમાં મળી આવતા તેની ડેડબોડી ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવાના આવી હતી. ત્યારે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનું ઇન્કવેસ્ટ પંચનામું કરી પીએમ સહિતની કામગીરી માટે મૃતદેહને સોંપેલ છે. હાલ અકાળે મોતના આ બનાવની પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









