મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક ખારા વિસ્તારમાંથી મૂળ મધ્યપ્રદેશના વતની એવા સીરામીક શ્રમિકનો કોઈ કારણોસર મરણ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા, પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક આવેલ સીમેરો સીરામીકની લેબર કોલોનીમા રહેતા મુળરહે.હીરનછીપા તા.બીના જી.સાગર મધ્યપ્રદેશના વતની અજયભાઇ રાજકુમાર બંસલ ઉવ.૨૫ નામના સીરામીક શ્રમિકનો ગયી તા.૧૪/૦૪ ના રોજ ટેસા સેનેટરીવેર અને સ્પેલ સીરામીકની વચ્ચે ઉંચી માંડલ ગામથી ખારા વિસ્તાર નર્મદા કેનાલ તરફ જતા કાચા રસ્તે કોઇ કારણોસર મરણ ગયેલ હાલતમા મળી આવ્યો હતો, ત્યારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની એન્ટ્રી કરી, મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, હાલ પોલીસે મૃત્યુ અંગેના કારણો બાબતે ઉંડાણપૂર્વક તપાસ આરંભી છે.