મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં આવેલ ઓધવ માઇક્રોન કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અનિલ જગરનાથ યાદવ ઉવ.૩૧ મૂળ બિહાર રાજ્યના મુરારપટ્ટી ગામનો વતની હોય જેનું કોઈ કારણોસર વાઘપર ગામની સીમ સ્નોસ્ટોન કારખાનાની પાછળ આવેલ ખેતરના શેઢે ઓંકળા કાંઠે મૃત્યુ નિપજતા ઉપરોક્ત સ્થળેથી તેનો મૃતદેહ મળ્યો હતો, બનાવમી જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ ઉઓર પહોંચી શ્રમિકના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો છે, હાલ મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.