મોરબીના રહેવાસી યુવક ગત તા.૧૮ તારીખ થી લાપતા હોય જેને લઇને પરિવાર દ્વારા પોલીસ માં ગુમશુદા નોંધ કરાવવામાં આવી હતી.જેની તપાસ ચાલુ હતી તે દરમિયાન આ યુવકનો મૃતદેહ વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી મળી આવ્યો છે.
આ બનાવની વિગત મુજબ મોરબી માં રહેતો અને સિરામિક ફેકટરીમાં નોકરી કરતો યુવક મનોજ ગોરધનભાઈ દેસાઈ (ઉ. વ.૩૭) ગત તા.૧૭ ના રોજ ઘરેથી ગયો હતો અને મિત્રના ઘરે રાંદલ માં જવાનું કહીને ગયેલ આ યુવક દ્વારા ૧૮ તારીખે પોતાની પત્નીને ફોન કરી ને કહ્યું હતું કે તે કાલ સુધીમાં ઘરે આવી જશે પરંતુ તે સમયે યુવક ઘરે ન પહોંચતા પરિવારજનો દ્વારા ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ ફોન સતત બંધ આવતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ૧૯ તારીખે પોલીસ ને યુવકના ગુમ થયા અંગે જાણ કરી હતી.જે બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી અને આ દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસને સરતાન પર રોડ પર અવાવરૂ ઓરડીમાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી તેમજ ઓરડી પાસે એક બાઈક પણ બિન વારસુ હાલતમાં પડ્યું હતું જેથી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અને મોરબીના ગુમ થયેલ યુવકના પરિવાર જનો ને ઓળખ માટે બોલાવ્યા હતા જ્યાં આ મૃતદેહ મોરબીના ગુમ થયેલ યુવાન મનોજ ગોરધનભાઈ દેસાઈ નો હોવાનું ખૂલ્યું હતું.જે બાદ મૃતદેહ ને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.અને યુવક એ ઝેરી દવા પી ને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.જોકે આ યુવકે શા માટે એવું પગલું ભર્યું તેનું કારણ જાણવા વાંકાનેર તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.