મોરબીની સદભાવના હોસ્પિટલ પાસે આવેલ બોયઝ હાઈસ્કૂલના પાછળના ભાગે સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોરબીના વજેપર શેરી નં. 11માં રહેતા અને મજૂરીકામ કરી પોતાનું ગુજરાત ચલાવતો લાલજી જગદીશ પરમાર નામનો 20 વર્ષીય યુવાન આજે સવારે કોઈ પણ કારણસર ઘરેથી ચાલ્યો ગયો હતો.જે શહેરની સદભાવના હોસ્પિટલ પાસે આવેલ બોયઝ હાઈસ્કૂલ નજીક પહોંચ્યા બાદ તેણે છેલ્લે પોતાના મામાને ફોન કરીને હું સળગીને આત્મહત્યા કરું છું તે અંગે કોલ કર્યો હતો ટેલીફોનિક જાણ કરી હતી.જેને પગલે સગાસંબંધીઓ અને પરિવાર જનો દોડી આવ્યા હતા આ દરમિયાન લાલજીભાઈએ પરિવારજનોને આવતા જોઈને દૂર થી પોતાની જાતે શરીરે ડીઝલ છાંટી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કરી લીધો હતો જેમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આધારભુત સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મૃતક યુવાનને સ્પા નો ચસ્કો લાગ્યો હોવાથી તે આવરનવાર સ્પામાં જતો હોય જે બાબતે પરિવારજનો સાથે અવાર નવાર માથાકૂટ થતી હતી જેથી તે એક માસ પોતાના ઘરમાં જ રહ્યા બાદ આજે ધરેથી ચાલ્યા ગયા બાદ આ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.જો કે આ મામલે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી ઘટનાનું સત્તાવાર કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.