મોરબી તળાવીયા શનાળા ગામે રહેતા લાલજીભાઈ ભુપતભાઇ કગથરા ઉવ.૨૫ નામનો યુવક કોઈ કારણોસર ગઈ તા.૦૩/૧૨ના રોજ ગામના તળાવમાં ગરકાવ થઈ ગયો હોય ત્યારે પાંચ દિવસ બાદ યુવકનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો જેથી લાલજીભાઇના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને ટેલિફોનિક જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે મૃતદેહનું ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કામગીરી હાથ ધરી હતી, હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.