મોરબી તાલુકાના એકોર્ડ પ્લસ સિરામિક ઊંચી માંડલ પાસે એક યુવક પાણીમાં તણાયો હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈ મોરબી ફાયર રેસક્યું ટીમે ચાર કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના એકોર્ડ પ્લસ સિરામિક ઊંચી માંડલ પાસે કેનાલમાં ૨૭ વર્ષીય રતિલાલ યાદવ ડૂબી જવા પામ્યો હતો. જેની જાણ થતા જ મોરબી ફાયર રેસ્કયું ટીમે મૃતદેહને શોધવા માટે કામગીરી હાથ ધરી હતી. ત્યારે ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવતાં તેને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.