મોરબીનાં મચ્છુ-૨ ડેમમાંથી આજે વહેલી સવારે એક યુવકનો તરતી હાલતમાં મરયતદેહ મળી આવ્યો છે. મૃતદેહ જોતા જ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીનાં મચ્છુ-૨ ડેમમાંથી આજે સવારના સમયે તરતી હાલતમાં એક મૃતદેહ સ્થાનિકોને નજરે પડતા સ્થાનિકોએ મૃતદેહ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ અને ફાયરની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામા આવ્યો હતો અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરતા આ મૃતદેહ ઉત્તરપ્રદેશના અમન કિશોરનો હોવાનું સામે આવ્યું હતું. જે યુવક લખધીરપુર કેનાલમાં ડૂબી ગયો હતો. જેનો મૃતદેહ મચ્છુ ૨ ડેમમાં તણાઈને આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે