અજાણ્યા પુરુષની લાશની ઓળખ તથા વાલી-વારસ અંગે માહિતી મળ્યે માળીયા(મી) પોલીસનો સંપર્ક કરવા અપીલ
માળીયા(મી)ના વવાણીયા ગામની સીમમાં બીમારી સબબ મૃત્યુ પામેલ અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ હોય, મૃતક અજાણ્યા પુરુષના કોઈ વાલી-વારસ ન હોય હાલ મૃતકની લાશ મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખી છે, જેથી લાશની ઓળખ તેમજ વાલી વારસની માહિતી મળ્યે માળીયા(મી) પોલીસ મથક અથવા તપાસનીશ અધિકારીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
માળીયા(મી) પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વવાણીયા ગામની સીમમાં રણ વિસ્તારમાં, બાબભાઈ દહીંસરા વાળાના કારખાના નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. મરણ જનારની ઉંમર આશરે ૪૦ વર્ષની હોવાનું અનુમાન છે. મૃતક શરીરે પાતળો બાંધો, વાને ઘઉવર્ણ, માથાના ભાગે લાંબા કાળા વાળ તથા દાઢી છે. તથા શરીરે ભુખરા કલરનો શર્ટ તથા બ્લુ કલરની ટુકી ચડી પહેરેલ છે જમણા હાથે હીંન્દીમાં ‘ભોલે’ ત્રોફાવેલ છે અને ગળામા પીળા કલરની ધાતુનો ચેન પહેરેલ છે અને જમણા હાથના કાંડામાં પીળી ધાતુનુ કાંડુ પહેરેલ છે અને જમણા હાથની ત્રીજી આંગળીમાં પીળી ધાતુની વીટી પહેરેલ છે. મરણજનારની લાશની ઓળખ થયેલ ન હોય જે લાશના ફોટા નીચે મુજબના છે જે અજાણ્યા પુરૂષના સગા સંબંધીની કોઈ ઓળખ થયેલ ન હોય જેથી લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ અંગેની કોઇપણ માહીતી મળ્યેથી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ટેલી.નં.૬૩૫૭૨ ૪૦૭૧૬ તેમજ તપાસ કરનાર પોલીસ હેડ કોન્સે. પી.વી.ચાવડા મો.ન.૯૯૧૩૦ ૬૦૧૬૭ ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.