ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ પકડાયાની ઘટના સામે આવી છે. તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે હવે હળવદમાં યુવાધન નશાના રવાડે ચડાવનાર બુટલેગર વિરુધ્ધ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હળવદ પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડિટેઇન કરી હળવદ પોલીસે આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે ધકેલ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલ દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા દરખાસ્ત કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ પ્રવિણભાઇ લાખાભાઇ પગી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરતા હળવદ પોલીસે આરોપીને પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે.









