Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીમાં બનેવીને સમાધાન કરવાના નામે બોલાવી સાળાએ કર્યો હુમલો

મોરબીમાં બનેવીને સમાધાન કરવાના નામે બોલાવી સાળાએ કર્યો હુમલો

મોરબીમાં વધુ એક વખત લોહિયાળ ખેલ ખેલાયો છે. જેમાં એક ઈસમે અગાઉના ઝગડાનું સમાધાન કરવા બોલાવી છરીનાં ઘા ઝીંકી દીધા હતા. જેને પગલે યુવકને લોહિથી લતપથ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં મુરલીધર હોટલ પાછળ સકત શનાળા ખાતે રહેતા ભુપતભાઈ નાગજીભાઈ વિકાણી નામના યુવકને અગાઉ સન્નીભાઈ શાંતીલાલ કડવા (રહે.ગોકુલનગર લાયન્સનગર સકત શનાળા મોરબી) સાથે ઝગડો થયેલ હતો. જેનો સમાધાન કરવા આરોપીએ ભુપતભાઈને ફોન કરી મોરબી સકત માતા મંદીર પાસે સકત શનાળા ખાતે બોલાવેલ હતો. જ્યાં આરોપીએ પોતાના હાથમાં રહેલ છરીથી એક ઘા ફરિયાદીના માથાના પાછળના ભાગે મારી લોહિયાળ ઈજા કરી ફરીને શરીરે મુંઢ ઈજા કરી ગાળો ભુંડા બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!