Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં અકસ્માત સર્જનાર યુવકના ભાઈ ને છરીના ઘા ઝીંકાયા

મોરબીમાં અકસ્માત સર્જનાર યુવકના ભાઈ ને છરીના ઘા ઝીંકાયા

મોરબીમાં એક ભાઈએ સર્જેલ અકસ્માતની સજા બીજા ભાઈને મળી હતી ! જેમાં એક ઈસમે તારા ભાઈએ મારા મોટરસાઇકલ સાથે કેમ છોટાહાથી અથડાવેલ તેમ કહી યુવકને છરીના ઘા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી છે. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ઉમીયાપાર્ક અંદર શીવમ પાર્ક સોસાયટી વાવડી રોડ ખાતે રહેતો દિનેશભાઇ મલાભાઇ નકુમ નામનો યુવક ગત તા.૧૪/૦૬/૨૦૨૩ ના સાંજના સમયે વાવડી રોડ બાપાસીતારામની મઢુલી સામે નાસ્તો લેવા ગયેલ ત્યારે લાભુભાઇ મેઘાભાઇ ગઢવી (રહે.કારીયા સોસાયટી વાવડીરોડ મોરબી)એ ફરિયાદીને કહેલ કે, તારા ભાઇ જયચંદે તા.૧૩/૦૬/૨૩ ના રોજ મારા મોટરસાઇકલ સાથે કેમ છોટાહાથી અથડાવેલ તેમ કહી, તે બાબતનો ખાર રાખી આરોપીએ ફરિયાદીને. ભુંડી ગાળો આપી છરી વડે ડાબા પગના સાથળના ભાગે તેમજ પેટના ભાગે ડાબી તરફ ઇજા કરી, ઢીકાપાટુનો મુંઢમાર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!