Thursday, January 9, 2025
HomeGujaratમોરબીના જાંબુડીયા ગામે વિચરતી જાતિના લોકોને આપવામાં આવેલ જમીન પર થયેલા દબાણ...

મોરબીના જાંબુડીયા ગામે વિચરતી જાતિના લોકોને આપવામાં આવેલ જમીન પર થયેલા દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

મોરબી જિલ્લા કલેકટરની સૂચનાથી મોરબી ગ્રામ્ય મામલતદાર તથા અધિકારીઓ દ્વારા મોરબી તાલુકાના જાંબુડીયા ગામે સર્વે નંબર 144 પૈકીની સરકારી ખરાબાની 2500 ચોરસ મીટર જમીન પાર કરવામાં આવેલ દબાણ દૂર કરાવવામાં આવ્યા હતા અને ખાલી કરવામાં આવેલ જમીન ગરીબોને સોંપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના જાંબુડીયા ગામે સર્વે નંબર 144 પૈકીની સરકારી ખરાબાની જમીનમાંથી 2500 ચોરસ મીટર જમીન વિચરતી જાતિના લોકોને રહેણાંક હેતુ મકાન બનાવવા મોરબી જિલ્લા કલેકટર દ્વારા માર્ચ 2022 માં મફતમાં ફાળવવામાં આવી હતી અને પંચાયતને માપણી કરી ફાળવેલ ક્ષેત્રફળ મુજબનો લે આઉટ પ્લાન બનાવી કબજો સોપવા સૂચના આપી હતી. પરંતુ માપણી થઈને લે આઉટ પ્લાન તૈયાર થાય ત્યાં સુધીમાં ગરીબોને ફાળવેલા મફત જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો થઈ ગયા હતા.

પરિણામે આ ગરીબ લાભાર્થીઓને પ્લોટનો કબજો સોપી શકાયો ન હતો. જેથી મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીની સૂચનાથી આજરોજ મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ નાયબ મામલતદાર ઝાલા તથા તાલુકા પંચાયતના સ્ટાફ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ દબાણો ખુલ્લા કરાવી ગરીબોને ફાળવેલ જગ્યા ખુલ્લી કરાવી હતી. આ તકે ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ ગરીબોને ફાળવેલ જમીનની આજુબાજુ આવેલા કાચા રહેણાક મકાનોને વરસાદી વાતાવરણ ના લીધે કંઈ નુકસાન ન થાય તેની તકેદારી રાખી નાગરિકોની સુવિધાનો પણ ખ્યાલ રાખ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!