મોરબી જિલ્લામાં ગઈકાલે સાંજથી અત્યાર સુધી ત્રણ જગ્યાએ આગ લાગવાનો બનાવ બન્યા હતા. જેમાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ત્યારે ત્રણેય જગ્યાએ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં ગઈકાલે સાંજથી અત્યાર સુધી મોરબી ફાયર વિભાગ દોડતું રહ્યું હતું. જેમાં મોરબી શહેરમાં ત્રણ જગ્યા આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં જાંબુડીયા પાવર હાઉસ પાસે મોરબી વાંકાનેર હાઈવે પર RJ 14 GB 1554 ટ્રેલરમાં સાંજે ૦૮:૨૦ વાગ્યે આગ લાગી હતી. જ્યારે આજે વહેલી સવારે ૦૪:૦૩ કલાકે આમરણ ગામ નજીક સીમા ઓઇલ મીલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી જે પાંચ કલાકથી ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આજે બપોરે ૧૨:૫૭ કલાકે લતીપર રોડ ટંકારા પાસે લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં રૂ ના ઢગલામાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે ઉત્તમ કામગીરી કરી આગ ઠારી હતી. જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને ત્રણેય બનાવમાં હજુ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.અને કોઈ જાનહાની થયાની માહિતી પણ સામે આવી નથી.