મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં પરપ્રાંતિય ૩૫ વર્ષીય યુવકનો પોતાના ઘરમાં કોઈ કારણોસર સળગી ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અપમૃત્યુના બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, મોરબીના વીસીપરા શાંતિવન સ્કૂલની બાજુમાં વિજયનગરમાં રહેતા બોબી બાલક્રિષ્ણ જાટ ઉવ.૩૫ ગઈકાલ તા.૦૪/૧ના રોજ પોતાના ઘર(રૂમ) માં કોઇ અગમ્ય કારણોસર સળગેલ હાલતમા મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસ સ્થળ ઉપર પહોંચી લાશનું પીએમ સહિતની કાર્યવાહી અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, ત્યારે મૃત્યુના બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજેશકુમાર બાલક્રિષ્ણ જાટ રહે.હાલ વાંકાનેર ભાટીયા સોસાયટી મુળગામ નવાવાસ થાના જી. ફિરોજાબાદ(ઉતરપ્રદેશ) વાળા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી પોલીસે અ. મોતની નોંધ કરી હતી.